________________
સમાધિ-સોપાન ઉચ્ચતા, ઉજજવલતા જ પ્રગટ થાય તેવું પ્રવર્તન જે કરે તેને પ્રભાવના અંગ હોય છે.
આ પ્રકારે સમ્યક્ત્વનાં આઠ અંગનું સંક્ષેપથી વર્ણન કર્યું. આ આઠ અંગને સમુદાય તે જ સમ્યક્દર્શન છે. અંગેથી અંગી ભિન્ન નથી. અંગેના સમૂહની એકતા તે જ અંગી છે, તે જ પ્રકારે નિઃશંક્તિ આદિક ગુણોને સમુદાય તે જ સમ્યક્દર્શન છે. આ અંગેના પ્રતિપક્ષી જે શંકા, કાંક્ષા, ગ્લાનિ, મૂઢતા, અનુપમૂહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય, અને અપ્રભાવના ઈત્યાદિક દોષ વડે સમ્યક દ્રષ્ટિ પોતાના આત્માને કે ધર્મને દૂષિત કે કલંક્તિ કરતો નથી.
સમ્યકત્વનાં આઠ અંગવર્ણન પૂર્ણ