________________
૩૪
સમાધિ-પાન મિથ્યાત્વ કર્મ અને જ્ઞાનાવરણદિ કર્મને વશ પડી આત્માને ભૂલી રહ્યા છે, અજ્ઞાની છે. તેમની સાથે વેર કર્યો શું વળવાનું છે? તેમને તો તેમની વિપરીત બુદ્ધિ જ મારી રહી છે. તેથી સમ્યફષ્ટિ દયાભાવ જ કરે છે, રાગદ્વેષરહિત મધ્યસ્થ જ રહે છે. સમ્યફદ્રષ્ટિ તે વસ્તુના સ્વભાવને યથાર્થ જાણે છે, એટલે એકેન્દ્રિય આદિ જીવે ઉપર કરુણાભાવરૂપ પ્રીતિ જ કરે છે. સર્વ મનુષ્ય પ્રત્યે વેરરહિત રહે છે. કેઈ જીવની વિરાધના, અપમાન, હાનિ તે ઈરછે નહીં. મિથ્યાદ્રષ્ટિનાં મંદિર, સ્થાન, મઠ વગેરે દેવસ્થાન પ્રત્યે વેર રાખી તેને નુકસાન કરવાને ઈછે જ નહીં. રાગી દેવોની મૂર્તિ પ્રત્યે, દેવીઓની ક્રૂર મૂર્તિ પ્રત્યે તથા જેગણી, યક્ષ, ભૈરવાદિક વ્યંતરની સ્થાપનાનાં સ્થાન પ્રત્યે કદી વેરભાવ કરે નહીં. તે દેવોની મૂર્તિ અને તેનાં મંદિર તો અનેક જીવોના અભિપ્રાયને અનુસાર પૂજવા, આરાધવા માટે બનાવેલાં છે. બીજાને અભિપ્રાય બદલવાને કોણ સમર્થ છે? બધાં માણસે પિતપિતાને ધર્મ માની દેવોની સ્થાપના કરે છે. જેને જેવો સમ્યક કે મિથ્યા ઉપદેશ મળે છે, તે પ્રકારે તે પ્રવર્તન કરે છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણનાર, સર્વ પ્રત્યે સમભાવ રાખનાર સમ્યફદૃષ્ટિ કેઈ માણસને “હુંકારે, ટૂંકારે” કરતે નથી, તો અન્યના ધર્મની, અન્યના દેવોની કે મંદિરની અવજ્ઞા થાય તેવાં વચન કેમ કહે? ન કહે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખતા સમ્યફદ્રષ્ટિ, અચેતન એવાં સ્થાન, પાષાણુ, ગૃહાદિક કે કોઈને બાગબગીચા પ્રત્યે સ્વમામાં પણ વેરભાવ ન રાખે. ધન, ધરતી, આજીવિકા તથા કુટુંબને નાશ કરી પિતાને મારી નાખતું હોય તેવા બળવાન દુષ્ટ