________________
૩૩
વાત્સલ્ય અગ ધર્મની પ્રરૂપણામાં પ્રીતિ રાખે, પરધન અને પરસ્ત્રીના ત્યાગી પ્રત્યે પ્રમેદ પામે; તથા દશલક્ષણરૂપ ધર્મમાં અને ધર્મના ધારક સાધમીઓ ઉપર જેને અનુરાગ હોય છે, ધર્મમાં અનુરાગ હોવાથી ત્યાગી સંયમી પ્રત્યે ઘણું આદરપૂર્વક પ્રવર્તે છે, મધુર વચને તેમને બેલાવે છે તેને વાત્સલ્ય અંગ હોય છે.
જે કે સમ્યફદ્રષ્ટિને અંતરથી પિતાને શુદ્ધ જ્ઞાનદર્શનમાં અને બાહ્ય પ્રવર્તનથી ઉત્તમ ક્ષમાદિ ધર્મને ધારણ કરનાર તથા ધર્મનાં આયતન (સ્થાન) ઉપર અનુરાગ હોય છે, તે પણ અન્ય મિથ્યાદ્રષ્ટિ પ્રત્યે તેને દ્વેષભાવ નથી. પ્રવચનસાર નામના સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે રાગ, દ્વેષ અને મેહ એ બંધનાં કારણ છે. તેમાં મેહ એટલે મિથ્યાત્વ અને દ્વેષ એ બન્ને તે અશુભ ભાવ જ છે; અવશ્ય સંસાર પરિભ્રમણનું કારણ એવું પાપ જ બંધાવનાર છે, અને રાગભાવ તે શુભ અને અશુભ બેય પ્રકાર છે. અહંતાદિક પાંચ પરમેષ્ઠી પ્રત્યે, દશલક્ષણધર્મ પ્રત્યે, સ્યાદ્વાદરૂપ જિનેન્દ્રના આગમ પ્રત્યે, વીતરાગની પ્રતિમા પ્રત્યે તથા વીતરાગ પ્રતિમાવાળા મંદિર પ્રત્યે અનુરાગરૂપ શુભરાગ છે, તે સ્વર્ગાદિકની પ્રાપ્તિ કરાવનાર પુણ્યબંધનું કારણ છે, તેમ જ પરંપરાએ મેક્ષનું કારણ છે. પરંતુ વિષયેામાં, કષાયે (ક્રોધ, માન, માયા, લોભ)માં, મિથ્યાધર્મમાં મિથ્યાદ્રષ્ટિ પ્રત્યે અને પરિગ્રહાદિક પાંચ પાપમાં જે અનુરાગ છે તે, તથા મેહભાવ અને દ્વેષભાવ છે તે, નરકનિગેદાદિકમાં અનંતકાળ પરિભ્રમણ કરાવનાર છે. સમ્યક દ્રષ્ટિ તે અન્ય અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ પાપી પ્રત્યે પણ દ્વેષભાવ કરતું નથી. સમસ્ત સંસારી