________________
૩ર
સમાધિ-પાન જાય, આર્તધ્યાન કરનાર થઈ જાય, વિયેગમાં શેક કરે, ગરીબાઈમાં દીન બની જાય, ઉત્સાહરહિત આકુળવ્યાકુળ થઈ જાય તેને પણ અધ્યાત્મશાસ્ત્રને સ્વાધ્યાય કરાવીને, ભાવનાઓનું શરણું ગ્રહણ કરાવીને, પિતાના આત્માને સ્વભાવ અજર, અમર, એકલે, અન્ય પરદ્રવ્યના સ્વભાવથી રહિત છે, એમ ચિંતવન કરાવીને, ધર્મથી તેને પડવા ન દેવો. અશાતા કર્મ, અંતરાય કર્મ કે અન્ય કર્મના ઉદયને પિતાનાથી ભિન્ન માની, કર્મના ઉદય વડે પિતાના સ્વભાવને ચળવા ન દેવો, તે સ્થિતિકરણ અંગ છે. ૭. વાત્સલ્ય અંગ :
સમ્યક્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મના ધારકને સમુદાય તે ધર્માત્માને પિતાનું યૂથ-મંડળ છે. રત્નત્રયના ધારકેના યૂથમાં રહેલા મુનિ, આફ્રિકા, શ્રાવક, શ્રાવિકા તથા અવિરત સમ્યફદૃષ્ટિ, તેમના પ્રત્યે કપટરહિત સાચા ભાવથી યથાયેગ્ય વિનયરૂપ પ્રવર્તન કરવું, ઊભા થવું, સામા જવું, વંદના કરવી, ગુણ ગાવા, હાથ જોડવા, આજ્ઞા ધારણ કરવી, પૂજા પ્રશંસા કરવી, ઊંચે આસને બેસાડી પિતે નીચે બેસવું તથા જેમ કેઈ ગરીબને મહાનિધાનને લાભ થાય ત્યારે હર્ષ થાય તેવો હર્ષ પામવો, પ્રેમ-પ્રીતિ ઉપજાવવી અને અવસર પ્રમાણે આહાર, પાન, મકાન, ઉપકરણદિ (ધર્મનાં સાધનો) વડે હૈયાવૃત્ય (સેવા) કરી આનંદ માનવો, તે વાત્સલ્ય અંગ છે. અહિંસા ધર્મમાં પ્રીતિ ધરે, હિંસારહિત દયાનાં કાર્ય પ્રેમપૂર્વક કરે, હિંસાનાં કારણે ઊભાં ન થાય તેવી ઈચ્છા સહિત પ્રવર્તે, સત્ય વચનમાં અને સત્યવાદીમાં તેમજ સત્યાર્થ