________________
સ્થિતિકરણ અંગ
૩૧ કાળનાં મનુષ્ય અલ્પ આયુષ્ય અને અ૫ બુદ્ધિ સહિત જમે છે. આ કાળમાં કષાયની આધીનતા અને વિષયની ગૃદ્ધિતા (લંપટતા), બુદ્ધિની મંદતા, રેગની અધિકતા, ઈર્ષાની વિશેષતા તથા દરિદ્રતા સહિત ઘણું જમે છે; તેથી સમ્યજ્ઞાન પામીને કર્મને જીતવાને ઉદ્યમ કરવો યોગ્ય છે. કાયર ન થાઓ.” આવો ઉપદેશ દઈને પરિણામ સ્થિર કરે. રેગી હોય તો ઔષધ, ભજન, પથ્ય આદિ વડે ઉપચાર કરે. બાર ભાવનાનું સ્મરણ કરાવે. શરીરની સેવા, મલમૂત્રાદિને દૂર કરીને કરે. કઈ પણ પ્રકારે પરિણામ ધર્મમાં દ્રઢ કરવાં તે સ્થિતિકરણ છે. કેઈને રોગ વધી જવાથી જ્ઞાનમાં શિથિલતા આવે, વ્રત ભંગ કરવા મંડે, અકાલમાં ભેજન પાનાદિક યાચવા લાગી જાય, ત્યાગ કરેલી વસ્તુને ઈચ્છવા લાગે, તેના પ્રત્યે દયાળુ થઈને એવો મધુર ઉપદેશાદિ કરે છે, જેથી ફરી તે સાવધાન થઈ જાય. પરંતુ તેની અવજ્ઞા ન કરે, કારણકે કર્મ બળવાન છે. વાતપિત્તાદિક વિકારથી જ્ઞાન બગડતાં શી વાર? ગરીબાઈ આદિથી પીડાયેલા હોય તેમને પિતાની શક્તિ પ્રમાણે ઉપદેશ, આહાર, પાન, વસ્ત્ર, આજીવિકા, રહેવાનું મકાન તથા પાત્ર આદિ જે વડે સ્થિરતા થઈ જાય તે પ્રકારે દાન, સન્માન આદિ ઉપાય કરી સ્થિર કરવા. પિતાને આત્મા પણ નીતિ, માર્ગ છેડે, કામ, મદ, લેભને વશ થઈને અન્યાયપણે વિષય, ધનની ઈચ્છા કરે, અગ્ય વચનમાં પ્રવૃત્તિ કરવા લાગે, અભક્ષ્ય–ભક્ષણમાં પ્રવૃત્ત થઈ જાય, અભિમાનને વશ થઈ જાય, સંતોષથી છૂટી જાય, અનેક પરિગ્રહમાં લાલસાની વૃદ્ધિ કરે, કુટુંબમાં રાગ બહુ વધારી દે, રેગમાં કાયર થઈ