________________
કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લેકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાને સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજે. અને એ માર્ગે જે કંઈ યેગ્યતા લાવશે તે ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષને ખાજ રાખજે. | બાકી બીજાં બધાં સાધન પછી કરવાં એગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વિકલ્પથી) લાગે તે જણાવશે કે જે કંઈ ગ્ય હોય તે જણાવાય.
(૧૯૫)
૧૮ મુંબઈ, પિષ, ૧૯૪૭ સસ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર
માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પ મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરે અવશ્યને છે –
અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?
આ વાક્યમાં અનંત અર્થ સમાયેલું છે; અને એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દઢ થઈ કર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તે એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે.