________________
૨૫
નિઃશંક માનજે. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યા છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા એગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.
સૂયગડાંગ સૂત્રમાં અષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :
હે આયુષ્યમને ! આ જીવે સર્વે કર્યું છે. એક ઓ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે – ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષે માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા.
એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાને લક્ષ છે.
| માઈ ઘો માળા તવો /
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) | સર્વ સ્થળે એ જ મોટા પુરુષોને કહેવાનું લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયે નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે અને જેણે સ્વછંદને મંદ
૧. પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન : ગાથા ૩૧-૩૨