________________
૧૨
૧. સત્યને તે સત્ય જ રહેવા દેવું. ૨. કરી શકે તેટલું કહો. અશક્યતા ન છુપાવે.
એકનિષ્ઠિત રહો. ગમે તે કઈ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહો. વીતરાગે ખરું કહ્યું છે. અરે આત્મા ! સ્થિતિસ્થાપક દશા લે. આ દુઃખ ક્યાં કહેવું? અને શાથી ટાળવું? પિતે પિતાને વૈરી, તે આ કેવી ખરી વાત છે!
(૧૨૮)
વવાણિયા, પ્રથમ ભાદ્ર. સુદ ૬, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈઓ,
પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારે અવિનય, આશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કોઈ પણ ભેગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું.
અંતજ્ઞનથી સ્મરણ કરતાં એ કોઈ કાળ જણાતે નથી વા સાંભરતું નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંક૯પ-વિક૯૫નું રટણ ન કર્યું હોય, અને એ વડે ‘સમાધિ ન ભૂલ્યું હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. '
વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વછંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લેભ કરતાં કે