________________
અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયેગ્ય કાં ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે.
વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છેડતાં, તેને વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયે; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ ડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવા પ્રતિભાવ કર્યો હતે તે તે વેળા તે કલ્પિત હતે. એવે પ્રીતિભાવ કાં થયે ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
વળી જેનું મુખ કઈ કાળે પણ નહીં જોઉં, જેને કેઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જમ્યો? અર્થાત્ એવા શ્રેષથી એવા રૂપે જન્મવું પડયું અને તેમ કરવાની તે ઈચ્છા નહોતી ! કહો એ સ્મરણ થતાં આ લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.
વધારે શું કહેવું ? જે જે પૂર્વના ભવાંતરે બ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું ? જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કેરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે,