________________
૧૪
અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દઢતા છે તેનું કેમ કરવું ?
કદાપિ કઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ ? અર્થાત્ તેવા સંતે ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પિષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું ?
ગમે તેમ છે, ગમે તેટલાં દુઃખ વેઠે, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે. ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તે જીવનકોળ એક સમય માત્ર હો, અને નિમિત્ત હો, પણ એમ કરવું જ.
ત્યાં સુધી હે જીવ! છૂટક નથી.”
આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યથાયોગ્ય લાગે છે.
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે આર્યાચરણ (આર્ય પુરુષોએ કરેલાં આચરણ) સિવાય કઈ નથી જોઈતું તે ન હોય તે જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી.