________________
ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે.
- સંત વિના અંતની વાતમાં અંત પમાને નથી. લેકસંજ્ઞાથી લંકા જવાતું નથી. લકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામ દુર્લભ છે.
“એ કંઈ ખોટું છે?” શું?
પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તે?
લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી ગવાઈએ મલીશું. એ જ વિજ્ઞાપન.
વિ. રાયચંદના યથાયેગ્ય.
(૧૩૫)
વવાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬ ધર્મચ્છક ભાઈઓ,
મુમુક્ષુતાના અંશાએ ગ્રેહાયલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કેઈ એ. યથાગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે.