________________
૧૬
નિરંતર વૃત્તિઓ લખતા રહેશે. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશે.
સમ્યક્દશાનાં પાંચ લક્ષણે છે : શમ.
સંવેગ.
અનુકંપા. નિર્વેદ. આસ્થા. |
ક્રોધાદિક કષાયનું સમાઈ જવું, ઉદય આવેલા કક્ષામાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ”.
મુક્ત થવા સિવાય બીજી કઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંગ”.
જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ! હવે ભ, એ ‘નિર્વેદ'.
માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા-આસ્થા
એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્યબુદ્ધિ તે “અનુકંપા”.
આ લક્ષણો અવશ્ય મનન કરવા ગ્ય છે, સ્મરવા ગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા ગ્યા છે. અધિક અન્ય પ્રસંગે.
વિ. રાયચંદ્રના ય૦