SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૧૭ (૧૪૩) વવાણિયા, બીજા ભાદરવા વદ ૧૩, શનિ, ૧૯૪૬ નીચેને અભ્યાસ તે રાખ્યા જ રહે – ૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયાને શમાવે. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકે. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માને, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરે. ૫. કેઈ એક પુરુષ છે, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખે. એ પાંચે અભ્યાસ અવશ્ય ગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માને. અધિક શું કહું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનને કિનારે આવવાને નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવામાં સહાયક છે. પાંચમાં અભ્યાસ સિવાયને, તેની પ્રાપ્તિ સિવાયને બીજે કઈ નિર્વાણમાર્ગ મને સૂઝતું નથી, અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે—(સૂઝયું છે). હવે જેમ તમને એગ્ય લાગે તેમ કરે. એ બધાની તમારી ઈચ્છા છે, તે પણ અધિક ઈચ્છો; ઉતાવળ ન કરે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy