________________
જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરે.
પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથા
(૧૪૭)
૧૨
વવાણિયા, આસો સુદ ૬, રવિ, ૧૯૪૬ સુજ્ઞ ભાઈ ખીમજી,
આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મલ્યું.
આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે.
એને માટે તમે શું ઉપાય કરશો? અથવા ધાર્યો છે? અધિક શું? અત્યારે આટલું ય ઘણું છે.
વિટ રાયચંદના યથા.
(૧૬૩)
૧૩ હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધમર્યાદા રહી નથી. ધર્મમર્યાદાને તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું? અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું