________________
(૮૫)
મુંબઈ, વિ. સં. ૧૯૪૬ સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાને થોડે જ અવસર સંભવે છે.
હે નાથ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તે વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી.
પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જે શોચ કરે છે તે હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તે બંધાતાં નથી?
આત્માને ઓળખ હોય તે આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.
જેટલા પિતાની પુદ્ગલિક મોટાઈ ઈચ્છે છે તેટલા હલકા સંભવે.
પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરે; ગુણચિંતન કરે.
(૧૧૨)
મુંબઈ, ચૈત્ર, ૧૯૪૬ મહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું. નહીં તે વસ્તુગતે એ વિવેક ખરો છે.
ઘણું જ સૂક્ષમ અવેલેકન રાખે.