________________
૧૦
૫. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા
માટેની વિચારણા પ્રથમ કરી લે. જે તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તે અત્યાગી, દેશયાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું. તે આયુષ્યને માનસિક આત્મપગ તે નિર્વેદમાં રાખ. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તે, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ. ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. ૨. સંસારને બંધન માનવું. ૩. પૂર્વકર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જ.
તેમ છતાં પૂર્વકર્મ નડે તે શેક કરવો નહીં. ૪. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ
એથી અનંત ગણું ચિંતા આત્માની રાખ, કારણ
અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ? ૫. ન ચાલે તે પ્રતિતી થા.
૬. જેમાંથી જેટલું થાય તેટલું કર. ૭. પરિણામિક વિચારવાળો થા. ૮. અનુત્તરવાસી થઈને વર્તન ૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ
અને એ જ ધર્મ.