SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૦) વિ. સં. ૧૯૪૫ નિરાબાધપણે જેની મનેાવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પવિકલ્પની મંદતા જેને થઇ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટયા છે; ક્લેશનાં કારણુ જેણે નિર્મૂળ કર્યાં છે; અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંતષ્ટિને જે સેવ્યા કરે છે; જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વતા. આપણે તેવા થવાના પ્રયત્ન કરવા જોઇએ. (૮૪) ૧. ૨. 3. ८ ૪. વિ. સં. ૧૯૪૬ . ભાઇ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે. દુઃખ લાગશે જ, અને દુઃખનાં કારણા પણ તને દૃષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તેા મારા કોઇ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલે જ કે તેથી બાહ્યાભ્યતરરહિત થવું. રહિત થવાય છે, આર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું ચેાગ્ય છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy