________________
સમાધિ-સાપાન
આ ધર્મ કાર્યથી ખેંચનો ખૂંચવી શકાતા નથી; લૂંટ્યો ચૂંટાતા નથી; ચારથી ચાર્યાં ચારી શકાતા નથી; રાજાથી ઘૂંટચો લૂંટાતા નથી; સ્વદેશ પરદેશમાં કયાંય તેનું સ્વરૂપ છૂટતું નથી; કોઈના બગાડચો, બગડતા નથી; ધનથી ખરીદાતા નથી; આકાશમાં, પાતાળમાં,દિશામાં, વિદિશામાં, પહાડ ઉપર, ઝાડ ઉપર, જળમાં, તીર્થમાં કે મંદિરમાં કયાંય રાખી મૂકયો નથી. તે તે આત્માને નિજ સ્વભાવ છે. તેની પ્રાપ્તિ સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફ્“ચારિત્રથી થાય છે. તે ધર્મ એવા સુગમ છે કે બાળક, વૃદ્ધ, યુવાન, ધનવાન, નિર્ધન, બળવાન, નિર્બળ, શરણાગત, અશરણ, રાગી, નીરેાગી, સર્વ તે ધર્મ ધારણ કરવા સમર્થ છે. તે ધર્મ ધારણ કરવામાં ખેદ, ક્લેશ, અપમાન, ભય, વિષાદ, કલહ, શાક, દુ:ખ કંઈ પણ કદી સહન કરવું પડતું નથી; તે દુર્લભ નથી; કંઈ ખાજો ઉઠાવવા પડતા નથી; દૂર દેશાંતર જવું પડે તેમ નથી; ભૂખ, તરસ, ટાઢ, તાપનાં દુઃખ ખમવાં પડતાં નથી. કોઈની સાથે વાદવિવાદ કે ઝઘડા કરવા પડે તેમ નથી. અત્યંત સુગમ, સર્વ ફ્લેશ અને દુઃખથી રહિત, સ્વાધીન આત્માનું સભ્યપરિણમન એ જ ધર્મ છે. તેનું કુળ સર્વે સંસારપરિભ્રમણથી છૂટી, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય સહિત સિદ્ધ અવસ્થા પામવી એ છે.
દશ લક્ષણ ધર્મનું સક્ષિસ વન સમાપ્ત,
૩૨૦