________________
દેશ લક્ષણરૂપ ધર્મ (ઉપસ’હાર)
૩૧૯
કલ્પના કદી ન થાઓ. અકિંચન ( અસંગ ) સ્વરૂપ થાઓ. આ આફિંચન્ય ભાવનાના પ્રભાવથી જીવ આ લેાકમાં જ કર્મથી નિર્લેપ, સર્વ બંધનથી રહિત થઈને શુદ્ધ આત્મામાં સ્થિતિ કરે છે. માટે સાક્ષાત્ માક્ષનું કારણ આર્કિચન્ય ધર્મ જ ધારણ કરો.
૧૦ ઉત્તમ બ્રહ્મચય —
કુશીલ મહા પાપ છે, સંસારપરિભ્રમણનું ખીજ છે. બ્રહ્મચર્ય પાળનાર પાસેથી હિંસાદિક પાપા દૂર ભાગી જાય છે. બ્રહ્મચર્ય પાળનારમાં સર્વ સદ્ગુણા આવીને વસે છે. બ્રહ્મચર્યથી જિતેન્દ્રિયતા પ્રગટે છે, કુળ જાતિ આદિ દ્વીપે છે; અને પરલેાકમાં તે અનેક ઋદ્ધિને ધારક દેવ થાય છે.
આ પ્રકારે દેવાધિદેવ ભગવાન તીર્થંકરના મુખારવિંદથી પ્રગટ કહેવાયેલા દશ લક્ષણરૂપ ધર્મ આત્માના સ્વભાવ છે; પર વસ્તુ નથી. ક્રોધાદિ કર્મજન્ય ઉપાધિ દૂર થતાં પોતાની મેળે આત્માના સ્વભાવ પ્રગટ થાય છે. ક્રોધના અભાવથી ક્ષમા ગુણ પ્રગટે છે, માનના અભાવથી માવ ગુણ પ્રગટે છે, માયાના અભાવથી આર્જવ ગુણ પ્રગટે છે, લેાભના અભાવથી શૌચ ધર્મ પ્રગટે છે, અસત્યના અભાવથી સત્ય ધર્મ પ્રગટે છે, કષાયના અભાવથી સંયમ ગુણ પ્રગટે છે, ઇચ્છાના અભાવથી તપ ગુણ પ્રગટે છે, પરમાં મમતાના અભાવથી ત્યાગ ધર્મ પ્રગટે છે, પરદ્રવ્યોથી ભિન્ન પાતાના આત્માના અનુભવથી આર્કિચન્ય ધર્મ પ્રગટે છે, વેદના અભાવે આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ થવાથી બ્રહ્મચર્ય ધર્મ પ્રગટે છે. આ દશ પ્રકારના ધર્મ તે આત્માના સ્વભાવ છે.