________________
૩૧૮
- સમાધિ-પાન વેઠવો પડે છે. તેથી જેટલે જેટલે અંશે પરિગ્રહ ઉપરથી મમતા ઘટે, પરિણામ પાછાં વળે, તેમ તેમ ખેદ ફ્લેશ ઘટે છે; જેમ બહુ ભારથી દુઃખી થતો મનુષ્ય, ભાર નીચે મૂકે ત્યારે સુખી થાય છે, તેમ પરિગ્રહની વાસને છૂટે તે જીવ સુખી થાય છે. સમસ્ત દુઃખ અને સમસ્ત પાપ પરિગ્રહથી ઊપજે છે. જેમ સર્વ નદીઓના જળથી પણ સમુદ્રને સંતોષ થતું નથી, તથા ઇંધણથી અગ્નિને તૃપ્તિ થતી નથી તેમ આશારૂપી ખાડે બહુ ઊંડે છે, તેને તલ-સ્પર્શ થતું નથી (તાગ આવતું નથી), પરિગ્રહથી તે પુરાતે નથી, ઊલટો વધારે ઊંડો થતું જાય છે, નવ નિધનથી આશારૂપી ખાડે પુરાયે નહીં, તે અન્ય સંપદાથી કેમ પુરાય? પરંતુ જેમ જેમ પરિગ્રહની ઇચ્છા ઓછી કરતા જઈએ, તેમ તેમ તે પુરાતે જાય છે. આ આશા પૂરવાને અદ્ભુત ઉપાય છે. તેથી સમસ્ત દુઃખો દૂર કરવાને ત્યાગ જ સમર્થ છે. ત્યાગથી જ અંતરંગ, બહિરંગ બંધન રહિત થઈને અનંત સુખના ધારક થશે. પરિગ્રહના બંધનમાં બંધાયેલે જીવ “પરિગ્રહના ત્યાગથી જ મુક્ત થાય છે. તેથી ત્યાગ ધર્મ ધારણ કરે જ શ્રેષ્ઠ છે.
૯. ઉત્તમ અકિંચન્ય –
હે આત્મા ! આ દેહ, સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, રાજ્ય, ઐશ્વર્ય આદિમાં એક પરમાણુ માત્ર પણ તારું નથી. દેહાદિક તે પુગલ દ્રવ્ય છે, જડ છે, વિનાશી છે, અચેતન છે. એ પદ્રવ્યોમાં અહંભાવને સંકલ્પ, તીવ્ર દર્શનમેહ નામના કર્મ વિના, કેણ કરાવે? આ પરદ્રવ્યોમાં આત્મભાવની