________________
૩૧૭
દેશ લક્ષણરૂપ ધમ (ઉપસંહાર) છે. આ લેાક, પરલેાકમાં તે અચિંત્ય મહિમા પામે છે; પ્રાણઘાત અને વિષયભાગમાં આસક્ત થઈ તે પાપમાં પ્રવર્તતા નથી; તેથી સંયમ ધર્મ જીવને હિતકારી છે.
૭. ઉત્તમ ત૫ ઃ
સમ્યક્ તપથી નવાં કર્મ આવતાં રોકાય છે અને પૂર્વે ખાંધેલાં કર્મ છૂટી જાય છે તેથી સંવર અને નિર્જરા થવામાં મુખ્ય કારણ તપ છે. તપ આત્માને કર્મ–મલથી મુક્ત કરે છે. તપના પ્રભાવથી આ ભવમાં જ અનેક ઋદ્ધિ પ્રગટ થાય છે. તપના અચિંત્ય મહિમા છે. તપ વિના કામ અને નિદ્રાનો નાશ કોણ કરે ? તપ વિના તૃષ્ણાને કોણ છેકે ? ઇંદ્રિયાના વિષયભાગોને નિર્મૂળ કરનાર તપ જ છે. આશારૂપ વ્યંતરી તપથી વશ થાય છે. કામને તપથી જીતી શકાય છે; તપના અભ્યાસી તપસ્વીએ પરિસહ-ઉપસર્ગ આવ્યે રત્નત્રયપ ધર્મમાં ટકી રહે છે. માટે તપ ધર્મ ધારણ કરવા યાગ્ય છે. તપ વિના સંસારથી છુટાતું નથી. મોટા ચક્રવર્તી રાજા પણ છ ખંડનું રાજ્ય છોડી તપ ધારણ કરે છે, તે ત્રણે લેાકના પૂજ્ય બને છે; અને તપ છેડી રાજ્ય ગ્રહણ કરે છે તે તિરસ્કારને પાત્ર અતિ નિંદ્ય અને છે; તરણાથી પણ તુચ્છ ગણાય છે. તેથી ત્રણે લાકમાં તપ સમાન બીજું કંઈ નથી.
૮. ઉત્તમ ત્યાગ :
આત્માને દબાવી રાખનાર પરિગ્રહ સમાન ખીજે કોઈ ખાજો નથી; કારણ કે દુ:ખ, દુર્ધ્યાન, ફ્લેશ, વેર, વિયાગ, શાક, ભય, અપમાન એ બધાં પરિગ્રહના ઇચ્છકને