________________
સમાધિમરણ
સમ્યફષ્ટિ મહાત્માને મોક્ષને લક્ષ અને મોક્ષની રુચિ દ્રઢ થઈ છે. તેથી તેના સાધનરૂપ શુદ્ધ ઉપયોગમાં રહેવાને પુરુષાર્થ કરે છે. બહિર્મુખ પ્રવૃત્તિનાં કારણરૂપ વિષય, કષાય આદિને દૂર કરતા રહે છે. સર્વ સંગથી રહિત થઈ આત્મામાં જ તલ્લીન રહેવાને લક્ષ છતાં તેટલી શક્તિ પ્રગટ ન થાય ત્યાં સુધી યથાશક્તિ વ્રત નિયમ આદિ શુભ ભાવ વડે અશુભ ભાવને અટકાવે છે.
૧. અહિંસા અણુવ્રત, ૨. સત્ય અણુવ્રત, ૩. અચૌર્ય અણુવ્રત, ૪. શીલ અણુવ્રત. ૫. પરિગ્રહ પરિમાણ અણુવ્રત, ૬. દિ૫રિમાણ વ્રત, ૭. અનર્થદંડત્યાગ વ્રત, ૮. ભેગઉપભેગપરિમાણ વ્રત, ૯, દેશાવકાશિક વ્રત, ૧૦. સામાયિક વ્રત, ૧૧. પૌષધ ઉપવાસ વ્રત, અને ૧૨. પાત્રદાન કે અતિથિ સંવિભાગ વ્રત, એ બાર વ્રત પાળવારૂપ મુક્તિમંદિર ચણનાર ગૃહસ્થાવાસી સમ્યફષ્ટિ દેશવ્રતવાળા શ્રાવક કહેવાય છે.
અંતકાળમાં સલ્લેખના અથવા સમાધિમરણ વિના તે તેની સફળતા ગણાતી નથી. સલ્લેખના તે બાર વ્રતરૂપ સેનાના મંદિર ઉપર રત્નમય કળશ ચઢાવવારૂપ છે.
૨૧.