________________
૩૨૨
સમાધિ-પાન સલ્લેખનાનું સ્વરૂપ કહેતા પહેલાં સલ્લેખના કયા અવસરે કરવી તે જાણવું જોઈએ. સલેખના અવસર :
જ્યાં ઉપાય ચાલી શકે એમ ન હોય કે ટાળી શકાય નહીં એવા ઉપસર્ગ આવે, એવા દુષ્કાળ પડે, એવી વૃદ્ધાવસ્થા હોય કે એવાં રેગ થાય ત્યારે ધર્મની રક્ષાને માટે શરીરને ત્યાગ કરે. દેહમાં રહેવું અથવા દેહની રક્ષા કરવી તે તે ધર્મ ધારણ કરવા માટે છે. મનુષ્યત્વ, ઈન્દ્રિય, મન, ઈત્યાદિની પ્રાપ્તિ તે ધર્મ પાળવાથી સફળ ગણાય. પણ જ્યાં ધર્મને નાશ થતે જણાય, ધર્મ રહેશે નહીં એમ સમજાય, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને વિનાશ થશે એ નિશ્ચય થઈ જાય ત્યાં ધર્મની રક્ષાને માટે દેહને ત્યાગ કરવે તે સલ્લેખના છે.
કઈ પૂર્વ જન્મને વેરી અસુર, પિશાચ આદિ દેવ કે દુષ્ટ દુરુમન, ભીલ, મ્લેચ્છ આદિ ઉપસર્ગ કરે, સિંહ, વાઘ, હાથી, સાપ, આદિ દુષ્ટ પ્રાણીઓ દ્વારા ઉપસર્ગ (સંકટ) આવી પડે, પ્રાણને નાશ કરે તેવાં વાવંટોળ, વરસાદ, હિમ, ટાઢ, તાપ, ધૂમાડે, અગ્નિ, પથ્થર, પાણી વગેરેથી થયેલા ઉપસર્ગ આવી પડે, કુટુંબનાં દુષ્ટ સગાંવહાલાં
સ્નેહથી, મિથ્યાત્વની પ્રબળતાથી કે પિતાના ભરણપોષણના લેભથી ચારિત્ર ધર્મને નાશ કરવાને તૈયાર થાય, દુષ્ટ રાજાના મંત્રી આદિ તરફથી ઉપસર્ગ આવી પડે તે ત્યાં સલ્લેખના કરે. નિર્જન વનમાં દિશાભૂલ થઈ જાય, માર્ગ જડે નહીં અન્ન પાણી મળે નહીં એ દુષ્કાળ આવી