________________
૬૧
લાકડીના પ્રહાર થયા છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હાય છે, એમ તીર્થંકર કહે છે.
જ્ઞાનીપુરુષને જોયા પછી સ્ત્રીને જોઇ જો રાગ ઉત્પન્ન થતા હાય તા જ્ઞાનીપુરુષને જોયા નથી, એમ તમે જાણા. જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં.
ખરેખર પૃથ્વીને વિકાર ધનાદ્ધિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં.
જ્ઞાનીપુરુષ સિવાય તેના આત્મા બીજે કયાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં.
એ આદિ વચને તે પૂર્વે જ્ઞાનીપુરુષો માર્ગાનુસારી પુરુષને બાધતા હતા.
જે જાણીને, સાંભળીને તે સરળ જીવા આત્માને વિષે
અવધારતા હતા.
પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનાને અપ્રધાન ન કરવા યાગ્ય જાણતા હતા, વર્તતા હતા.
સર્વેથી સ્મરણુજોગ વાત તેા ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, પાતાના અલ્પ દોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્કેરવું, એ વાતે સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યાગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાનીપુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ ચેાગ્ય નથી. પ્રણામ.