________________
અનુભવજ્ઞાન, અનુભવપણું તે જો કેઈમાં પણ હોય છે તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકરાદિને અનુભવ છે. - સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કેટી તેજસ્વી દિપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પિતે પિતાને જણાવા અથવા જાણવા યંગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવ પ્રત્યે ઉપગ વાળતાં પ્રગટ દેખાય છે. '
એ જે લક્ષણે કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાયે જાય છે, જે જાણવાથી જીવ જાણે છે તે લક્ષણે એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે.
(૪૫૪)
૪૧ મુંબઈ, પ્રથમ અષાડ વદ ૪, સોમ, ૧૯૪૯
સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે.
જેની કેડને ભંગ થયું છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણને ભજે છે. જેને જ્ઞાની પુરુષનાં વચનરૂપ