________________
૫૯
એગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તે જ બીજું કંઈ જાણી શકાય એવે એ પ્રગટ “ઊર્ધ્વતા ધર્મ તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે.
પ્રગટ એવા જડ પદાર્થો અને જવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવને જ્ઞાયકપણ નામને ગુણ છે. કેઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થ કેઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કેઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થકરે જીવ કહ્યો છે. | શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવે એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે અને વ્યવહારષ્ટાંતે નિદ્રાથી પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વળે એ જે જીવ પદાર્થ તેનું છે; બીજું કઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તે અત્યંત સ્પષ્ટ છે, તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.
આ મેળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં , ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન,