________________
૫૮
પ્રગટ તે જ આત્મા છીએ. તે આત્મા “સમતા' નામને લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંને એક, બે, ત્રણ, ચાર, દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવે છે.
પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્કૃતિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામને પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણે જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે.
કઈ પણ જાણનાર ક્યારે પણ કઈ પણ પદાર્થને પિતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યંગ્ય નથી. પ્રથમ પિતાનું વિમાનપણું ઘટે છે, અને કેઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પિતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય, તે જ થઈ શકે એ સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે છે તે બનવા