________________
પ૭
એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા ગ્ય ચૈતન્યઘન જીવ” તે બે પ્રકારે તીર્થકરે કહ્યો છે, કે જે સપુરુષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થ માત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ “વક્તવ્ય” અને “અવક્તવ્ય એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે. અવક્તવ્યપણે જે છે તે અહીં “અવક્તવ્ય” જ છે. વક્તવ્યપણે જે જીવધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવન વિશુદ્ધ પરિણામે અથવા પુરુષે કરી જણાય એવો છવધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દેહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત ફુટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ યથાવકાશ અત્ર તેનો અર્થ લખે છે.
(૪૩૮)
૪૦
મુંબઈ, રમૈત્ર સુદ ૧, ૧૯૪૯ “સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.'
શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં છે, તેને વિષે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામને પદાર્થ અમે જાણ્યું છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એ કહ્યો છે. અમે તે આત્મા એ જાગે છે, જે છે, સ્પષ્ટ અનુભવ્યો છે,