________________
પ૬ કર્તા છે જોક્તા નથી”, “આત્મા કર્તા નથી ભક્તા છે, આત્મા કર્તા નથી ભોક્તા નથી”, “આત્મા જડ છે, “આત્મા કૃત્રિમ છે, એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસદર્શન તે આરાધવાથી પૂર્વે આ છે પિતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત—અયથાર્થપદે જાણ આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ કલેશરહિત એ શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવ ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા ગ્ય છે. - પૂર્વે થયા એવા જે તીર્થંકરાદિ જ્ઞાન પુરુષો તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેને અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, જીવસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એ પુરુષાર્થ આરાળે છે. આત્માને એક પણ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એ અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એ જોયે છે. તે જોનાર એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પિતે પિતે જ શુદ્ધાત્મા છે, તે ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જો કે ઘટતું નથી, તથાપિ વાણીધર્મે એમ કહ્યું છે.