________________
આવશ્યક અ૫રિહાણ ભાવના
૨૪૭ શરીરની વંદના તે દ્રવ્ય વંદના છે. ૪. અરિહંત, સિદ્ધ, આચાર્ય આદિ વડે રોકાયેલું ક્ષેત્ર તેની વંદના કરવી તે ક્ષેત્ર વંદના છે. ૫. એ પંચ પરમ ગુરૂમાંના કોઈ એકના કાળની વંદના કરવી તે કાળ વંદના છે. ૬. એક તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુના આત્મગુણોની વંદના કરવી તે ભાવ વંદના છે. આ
પ્રતિકમણના છ પ્રકાર –
૧. અગ્ય નામ બલવામાં કૃત, કારિત, અનુમોદનારૂપ મન, વચન, કાયાથી થયેલા દોષ દૂર કરવા પ્રતિક્રમણ કરવું તે નામ પ્રતિક્રમણ છે. ૨. કેઈ શુભઅશુભ સ્થાપનાના નિમિત્તે મન, વચન, કાયાથી થયેલા દેષથી નિવર્તવાને પ્રતિક્રમણ કરવું તે સ્થાપના પ્રતિક્રમણ છે. ૩. દ્રવ્ય એટલે આહાર, પુસ્તક, દવા આદિન નિમિત્તે મન વચન કાયાથી થયેલા દોષ દૂર કરવા માટે દ્રવ્ય પ્રતિક્રમણ છે. ૪. ક્ષેત્રમાં જવા રહેવા આદિને નિમિત્તે થયેલા શુભ અશુભ પરિણામથી થયેલા દોષ દૂર કરવા માટે ક્ષેત્રપ્રતિક્રમણ છે. ૫. દિવસ, રાત, પક્ષ, ત્રસ્તુ, શિયાળે, ઉનાળે, જેમાસું એ નિમિત્તથી ઊપજેલા અતિચારો દૂર કરવા પ્રતિક્રમણ કરવું તે કાળ પ્રતિક્રમણ છે. ૬. રાગ, દ્વેષ, આદિ ભાવથી ઊપજેલા દેશે દૂર કરવા માટે ભાવ પ્રતિક્રમણ છે.. પ્રત્યાખ્યાનના છ પ્રકાર –
૧. અગ્ય પાપનું કારણ એવું નામ બોલવાને ત્યાગ કરે તે નામ પ્રત્યાખ્યાન છે. ૨. અગ્ય મિથ્યાત્વ આદિ પ્રવર્તાવનારી સ્થાપના કરવાને ત્યાગ તે સ્થાપના પ્રત્યાખ્યાન