________________
૨૪૬
સમાધિ-પાન સામાયિક છે. ૪. મહેલ, બાગ આદિ સારાં અને સ્મશાન આદિ નરસાં ક્ષેત્રમાં રાગદ્વેષ ન કરે તે ક્ષેત્ર સામાયિક છે. ૫. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ ઋતુઓ, રાત-દિવસ, કૃષ્ણપક્ષ-શુક્લપક્ષ ઈત્યાદિ કાળ પ્રત્યે રાગદ્વેષને ત્યાગ તે કાળ સામાયિક છે. ૬. કેઈ જીવને દુઃખ ન હો એવા મૈત્રીભાવવડે અશુભ પરિણામેને અભાવ કરે તે ભાવ સામાયિક છે.
સ્તવનાના છ પ્રકાર –
૧. વીસ તીર્થંકરેનું અર્થ સહિત એક હજાર આઠ નામ વડે સ્તવન કરવું તે નામ સ્તવન છે. ૨. કૃત્રિમ કે અકૃત્રિમ અપરિમાણ તીર્થંકર અરિહંતેના પ્રતિબિંબનું સ્તવન તે સ્થાપના સ્તવન છે. ૩. સમવસરણના કાળ, દેહ, પ્રભા, પ્રાતિહાર્ય આદિનું સ્તવન કરવું તે દ્રવ્ય સ્તવન છે. ૪. કૈલાસ, સંમેદશિખર, ઉર્જયંત (ગિરનાર), પાવાપુર, ચંપાપુરી આદિ નિર્વાણ ક્ષેત્રેનું તથા સમવસરણમાં બાર પરિષદના ક્ષેત્રનું સ્તવન તે ક્ષેત્ર સ્તવન છે. ૫. ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકના કાળનું સ્તવન તે કાળ સ્તવન છે. ૬. કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય ભાનું સ્તવન તે ભાવ સ્તવન છે.* વંદનાના છ પ્રકાર :
૧. તીર્થકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એમાંથી એકના નામને ઉચ્ચાર કરે તે નામ વંદના છે. ૨. અરિહંત, સિદ્ધ, આચાર્ય આદિમાંના એકના પ્રતિબિંબ આદિની વંદના કરવી તે સ્થાપના વંદના છે. ૩. તેમના