________________
આવશ્યક અપરિહણિ ભાવના
૨૪૫ પાપનો ત્યાગ કરવો એટલે કે ભવિષ્યમાં આ પ્રકારનું પાપ કદાપિ મન, વચન, કાયાથી નહીં કરું તે પ્રત્યાખ્યાન નામનું આવશ્યક સુગતિનું કારણ છે.
૬. બન્ને પગની વચ્ચે ચાર આંગળ અંતર રાખી બરાબર ઊભા રહેવું, બન્ને હાથે લબડતા રાખી, દેહ ઉપરની મમતા છેડી, નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ રાખી, દેહથી ભિન્ન શુદ્ધ આત્માની ભાવના કરવી તે કાયોત્સર્ગ કહેવાય છે. પદ્માસને બેસીને કે ઉપર જણાવ્યા પ્રમાણે ઊભા રહીને પણ તે થાય છે. શુદ્ધ ધ્યાનના અવલંબનથી બન્ને પ્રકાર સફળ થાય છે.
આ છ આવશ્યક પરમધર્મરૂપ છે. તેની પૂજા કરી, પુષ્પાંજલિ મૂકી અર્ધ ઉતારવા ગ્ય છે.
આ છ આવશ્યક પરમાગમમાં છ છ પ્રકારે કહ્યાં છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ ભેદે દરેક આવશ્યક જાણવા યોગ્ય છે. સામાયિકના છ પ્રકાર :
૧. શુભ, અશુભ નામ સાંભળી રાગ-દ્વેષ ન કરો તે નામ સામાયિક છે. ૨. કેઈ સ્થાપના પ્રમાણ આદિ કારણે સુંદર હોય, કેઈ પ્રમાણ આદિમાં વધ-ઘટ હોવાથી અસુંદર હોય તે પણ કેઈ સ્થાપના પ્રત્યે રાગ-દ્વેષ ન કરવો તે સ્થાપના સામાયિક છે. ૩. સેનું, રૂપું, રત્ન, મેતી ઇત્યાદિ અને માટી, કાક, પાષાણુ, કાંટા, છાર, ભસ્મ, ધૂળ ઇત્યાદિ દ્રવ્યો દેખી રાગ-દ્વેષ રહિત સમભાવ રાખવે તે દ્રવ્ય