________________
૧૨૪
લેકદ્રષ્ટિ અને જ્ઞાનની દષ્ટિને પશ્ચિમ પૂર્વ એટલે તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી જીવ તે દષ્ટિમાં રુચિવાન થતું નથી, પણ જે જીએ પરિષહ વેઠીને ચેડા કાળ સુધી તે દષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખને ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે તેના ઉપાયને પામ્યા છે.
જીવને પ્રમાદમાં અનાદિથી પતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી.
(૮૧૩) -
મુંબઈ, આસો વદ ૭, ૧૯૫૩ ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારંવાર આકુળવ્યાકુળ કરી દે છે, વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તન માન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તે પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ બને એ કંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતાં આત્માથી જીવે પુરુષાર્થદષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ ભેગનું અનુસંધાન કરવું, સાસ્ત્રને વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાભ્યપણાથી આકુળવ્યાકુળતા