________________
૧૨૩
(૮૦૮)
મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩
સત્પના અગાધ ગંભીર સંયમને નમસ્કાર
અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદિ પરમપુરુષોને નમસ્કાર.
પરિણામમાં તે જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મુઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર.
તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર.
(૮૦૯)
૭૯
મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩ જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોને સત્સંગ કે દર્શન એ મહતું પુણ્યરૂપ જાણવા ગ્ય છે.
(૮૧૦)
મુંબઈ, આસો સુદ ૮, રવિ, ૧૯૫૩
પારમાર્થિક હેતુવિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી.
જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા એગ્ય છે.?