________________
૧૨૨
આરપરિગ્રહ પરથી વૃત્તિ મળી પાડવાનું અને સશાસ્ત્રને પરિચયમાં રૂચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે; કેમકે જીવને અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે, પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. | સર્વ મુમુક્ષુઓએ આ વાતને નિશ્ચય અને નિત્યનિયમ કર ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે.
(૭૮૫)
૭૭
મુંબઈ, અસાડ વદ ૧, ગુરુ, ૧૯૫૩ શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્યંતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીના વચન ત્યાગવૈરાગ્યને નિષેધ કરવામાં પ્રવર્તે નહીં ત્યાગવૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેને પણ જ્ઞાની નિષેધ કરે નહીં.
કોઈ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મૂહત્વને લીધે ઊંચી દશા પામતાં અટકતા હોય, અથવા અસત્ સમાગમથી મતિ વાહ પામી અન્યથા ત્યાગવૈરાગ્યને ત્યાગવૈરાગ્યપણે માની લીધા હોય તેને નિષેધને અર્થે કરુણાબુદ્ધિથી જ્ઞાની ગ્ય વચને તેને નિષેધ ક્વચિત્ કરતા હોય તે વ્યાહ નહીં પામતાં તેને સહેતુ સમજી યથાર્થ ત્યાગવેરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું છે.