________________
૧૨૧ પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે.
પ્રત્યક્ષ સત્પરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મેક્ષસંબંધી બધાં સાધને અલ્પ પ્રયાસે અને અ૫ કાળે પ્રાયે (ઘણું કરીને ) સિદ્ધ થાય છે, પણ તે સમાગમને ચોગ પામ દુર્લભ છે. તે જ સમાગમના યેગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.
સપુરુષને વેગ પામ તે સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો ક્વચિત જ તે યેગ બને છે. વિરલા જ સપુરુષ વિચરે છે. તે સમાગમને લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મેક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યેગ્ય છે.
સમાગમને ચેન ન હોય ત્યારે આરંભ–પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને એસરાવી સશાસ્ત્રને પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તેપણ તેમાંથી વૃત્તિને મેળી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મળી પાડી શકે છે, અને સશાસ્ત્રના પરિચયને અર્થે ઘણે અવકાશ પ્રાપ્ત કરી શકે છે.
આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવે ઓસર્યા છે, તે જીવોને સત્પરુષને સમાગમ અને સન્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભપરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પરુષનાં વચનનું અથવા સલ્ફાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે.