________________
૧૨૦ જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિસંદેહ છે. એ જ વિનંતિ.
(૭૮૩)
મુંબઈ, અસાડ સુદ ૪, રવિ, ૧૯૫૩ શ્રી સેભાગને નમસ્કાર શ્રી એભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેને તેને અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.
સર્વ જીવ સુખને ઇચ્છે છે, પણ કેઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે.
જન્મ, મરણ આદિ અનંત દુઃખને આત્યંતિક (સર્વથા) ક્ષય થવાને ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થયે જીવ જે પુરુષના સમાગમને લાભ પામે છે તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.
તેવી સાચી ઇચ્છા પણ ઘણું કરીને જીવને પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તે સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી