________________
૧૨૫ નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપથે જવાને ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. “ગદષ્ટિસમુચ્ચય” વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
(૮૧૬)
મુંબઈ, કારતક વદ ૫, ૧૯૫૪ કેવળ અંતર્મુખ થવાને સપુરૂષને માર્ગ સર્વદુઃખક્ષયને ઉપાય છે, પણ તે કેઈક જીવને સમજાય છે. મહત્પષ્યના યોગથી, વિશુદ્ધ મતિથી તીવ્ર વૈરાગ્યથી અને સપુરુષને સમાગમથી તે ઉપાય સમજાવા યેગ્ય છે. તે સમજવાને અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયમિત કાળના ભયથી ગૃહીત છે, ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે.
(૮૧૯)
મુંબઈ, માર્ગશીર્ષ સુદ ૫, રવિ, ૧૯૫૪
ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને
માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.
વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવીર્યપણું જોઈને ઘણે જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું