________________
૧૨૬
અવલંબન હૂણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવાએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે.
આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.
(૮૨૩)
૮૪
આણંદ, પોષ વદ ૧૩, ગુરુ, ૧૯૫૪ અવિષમભાવ વિના અમને પણ બંધપણા માટે બીજે કઈ અધિકાર નથી. મૌનપણે ભજવા ગ્ય માર્ગ છે.
લિ. રાયચંદ્ર
(૮૨૬)
૮૫ મોરબી, માહ સુદ ૪, બુધ, ૧૯૫૪
સદ્ભુત પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે.
મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમકે દીર્ધકાળ પરિચિત છે, પણ જે નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તે તેમ થઈ શકે એમ છે.
મુખ્ય અંતરાય હોય તે તે જીવને અનિશ્ચય છે.