________________
૧૪૧
(૯૩૭)
૯૭ વિવાણિયા, અસાડ સુદ ૧, ગુરુ, ૧૯૫૬
પરમકૃપાળુ મુનિવરેને નમસ્કાર સંપ્રાપ્ત થાય.
જ્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિની અનુકૂળતા દેખાતી હોય ત્યાં ચાતુર્માસ કરવામાં વિક્ષેપ આર્ય પુરુષને હેતે નથી.
બે વખત ઉપદેશ અને એક વખત આહારગ્રહણ તથા નિદ્રાસમય વિના બાકીને અવકાશ મુખ્યપણે આત્મવિચારમાં, પદ્મનંદી આદિ શાસ્ત્રાવલેકનમાં અને આત્મધ્યાનમાં વ્યતીત કરવા ગ્ય છે. કોઈ બાઈ ભાઈ ક્યારેક કંઈ પ્રશ્નાદિ કરે તે તેનું ઘટતું સમાધાન કરવું, કે જેમ તેને આત્મા શાંત થાય. અશુદ્ધ કિયાના નિષેધક વચને ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ કિયામાં જેમ લેકેની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્યું જવી.
ઉદાહરણ દાખલ કે જેમ કઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તે તેને નિષેધ નહીં કરતાં, તેને તે વખત ઉપદેશના શ્રવણમાં કે સશાસ્ત્ર–અધ્યયનમાં અથવા કાર્યોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિને નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છેડી દે