________________
૧૪૨
એ પ્રમત્ત છને સ્વભાવ છે, અને લેકેની દૃષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાને નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીને માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાને સુંદર માર્ગ છે.
સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપ પણે આસ્તિક્યવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજે, સન્શાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજે.
આ પત્ર પરમકૃપાળુ શ્રી લલ્લુજી મુનિની સેવામાં પ્રાપ્ત થાય.
શાંતિઃ
(૪૩)
મોરબી, શ્રાવણ વદ ૭, શુક, ૧૯૫૬
જિનાય નમઃ પરમ નિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે, તથારૂપ વેગમાં અસમર્થતા હોય તે નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય પવ્યા સિવાય બને તેટલે નિવૃત્તિ સેવવા યંગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કર એમ આજ્ઞા છે.
અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વતિથિએ એવા આશયથી સુનિયમિત વર્તનથી વર્તવા આજ્ઞા કરી છે.