________________
ધર્મધ્યાન
૪૧
હાય, જેનું ચિત્ત સંશય રહિત હોય, આત્મજ્ઞાન સહિત હાય ને અધ્યાત્મરસમાં ભીંજાયેલું નિશ્ચળ હેાય તેને સ્થાન કે આસનના કોઈ નિયમ નથી. જે ચારિત્ર અને જ્ઞાન સહિત છે, જિતેન્દ્રિય છે, તે અનેક અવસ્થાએ ધ્યાનની સિદ્ધિ પામ્યા છે.
ધર્મધ્યાન કરનાર એવું ચિંતવન કરે છે કે, અહા ! ભારે અનર્થ થઈ ગયા કે અનંતગુણના ધારક હું સંસારરૂપ વનમાં અનાદ્દિકાળથી કર્મરૂપી વેરી વડે સર્વાંશે ઠગાયા. અહા ! અજ્ઞાનભાવથી કર્મના ઉયે ઉત્પન્ન થયેલા રાગ, દ્વેષ અને મેહને પાતાનું સ્વરૂપ જાણી ઘાર દુઃખરૂપ સંસારમાં મેં પરિભ્રમણ કર્યું. હમણાં કોઈ કર્મના ઉપશમથી પરમ ઉપકારક જિનેન્દ્રના પરમ આગમના ઉપદેશના મને લાભ થયા. રાગરૂપી તાવ મટયો. મેહરૂપી નિદ્રા દૂર થઈ. સ્વભાવ અને પરભાવના જાણુપણાના લાભ થયા, હવે આ અવસરમાં શુદ્ધ ધ્યાનરૂપ તરવાર વડે જો કર્મના નાશ કરી દ્ઘઉં, તા સ્વાધીનતા પામી દુઃખાને પાત્ર ન થાઉં.
અજ્ઞાનરૂપ અંધકારને આત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી હમણાં જ દૂર નહીં કરું તેા ખીજા કયા ભવમાં હું દૂર કરીશ ? સમસ્ત વિશ્વને જોવા દેખવાને એક અદ્વિતીય નેત્ર મારા આત્મા છે; તેને પણ હમણાં અવિદ્યારૂપ ભૂતપિશાચે પ્રેરેલા વિષય-કષાય આવરણ કરે છે. આ ઇંદ્રિયના વિષયા અને ક્રોધ, માન, માયા, લેાલરૂપ કષાયે મને હિત-અહિતના અવલાકનરૂપ વિવેકરહિત કરનારા છે. આ ઢંગાને વશ થઈ જઈને હું બહુ ભૂલી ગયા છું. અહા ! આ પ્રાપ્ત થતી વખતે રમણિક પણ અંતે નીરસ એવા પાંચ ઇન્દ્રિયાના વિષયા