________________
સમાધિ-પાન વડે પરમ તિસ્વરૂપ સર્વોત્કૃષ્ટ પરમાત્મસ્વરૂપ એ. આત્મા પણ અજ્ઞાનથી ઠગ છે.
હું અને પરમાત્મા બને જ્ઞાનરૂપી નેત્રવાળા છીએ. તે પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું મારા સ્વરૂપને જાણવાની ઈચ્છા કરું. પરમાત્માના આત્મગુણ તે પ્રગટ છે અને મારા તે કર્મોથી દબાઈ રહ્યા છે. મારામાં અને પરમાત્મામાં ગુણોની અપેક્ષાએ ભેદ નથી, શક્તિ અને વ્યક્તિને ભેદ છે. પરમાત્મામાં ગુણો પ્રગટ વ્યક્તિરૂપે છે અને મારામાં શક્તિરૂપે છે, તેથી પ્રગટ કરવાના છે. કર્મથી ઉત્પન્ન થતે દાહઅગ્નિ, જ્યાં સુધી હું જ્ઞાન સમુદ્રમાં ડૂબકી નથી મારતે ત્યાં સુધી, મને બાળે છે, દુઃખ દે છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના ભવ કર્મના ઉદયે થાય છે પણ તે મારું સ્વરૂપ નથી. હું તે સિદ્ધસ્વરૂપ, નિવિકાર-સ્વાધીન સુખરૂપ છું; હું અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખરૂપ છું. તે હવે મેહરૂપ ઝેરી ઝાડને હું શું નહીં ઉખાડી નાખું? મારું સામર્થ્ય ગ્રહણ કરી, મારા સ્વરૂપમાં અચળ થઈને, માયિક સુખની સર્વ પ્રકારની વાંછાને ત્યાગ કરી મેહરૂપ ઝેરી ઝાડને મૂળથી ઉખાડી નાખીશ. મારે મારા સ્વરૂપને જ નિશ્ચય કરે; જેથી અનાદિકાળથી મેહરૂપ ફસે મારા ગળામાં પડ્યો છે તેને છેદવાને ઉપાય બને. જે પિતાને સ્વરૂપને જ ન જાણે તે પરમાત્માને કેવી રીતે જાણે? તેથી પ્રથમ પિતાના સ્વરૂપને જ નિશ્ચય કરવા ગ્ય છે. જે પિતાના સ્વરૂપને જ નહીં જાણે તેની પિતાના સ્વરૂપમાં સ્થિતિ ક્યાંથી થશે? અનાદિકાળથી પુદ્ગલમાં એકરૂપ થઈ રહ્યો છે એવા આત્માને ભિન્ન કેવી રીતે કરશે ? દેહથી