________________
ધમયાન
આત્માને ભિન્ન જાણુવારૂપ ભેદવિજ્ઞાન થયા વિના આત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે? આત્મા પ્રાપ્ત થયા વિના અનંત જ્ઞાનાદિક આત્માના ગુણનું જાણવું પણ ન થાય, તે આત્મલાભની શી વાત? મેક્ષાભિલાષીઓએ સમસ્ત પુદ્ગલથી ભિન્ન એક આત્મસ્વરૂપને જ નિશ્ચય કરે એ શ્રેષ્ઠ છે.
આત્માની ત્રણ પ્રકારે સ્થિતિ છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જેને બાહ્ય શરીરાદિક યુગલના પર્યાયામાં આત્મબુદ્ધિ છે તે બહિરાત્મા છે. તેની ચેતના મેહનિદ્રાવડે ઘેરાઈ ગઈ છે, દેહરૂપ પર્યાયને જ પિતાનું સ્વરૂપ જાણે છે, ઇદ્રિયદ્વારા એ નિરંતર પ્રવર્તન કરે છે. પિતાના સ્વરૂપની સત્યાર્થ ઓળખાણ નથી, દેહને જ આત્મા માને છે. દેવગતિમાં દેવના દેહમાં પિતાને દેવ, નારકીના દેહમાં પિતાને નારકી, તિર્યંચના દેહમાં પિતાને તિર્યંચ અને મનુષ્યના દેહમાં પિતાને મનુષ્ય જાણું દેહના વ્યવહારમાં તન્મય થઈ રહ્યો છે. દેહરૂપ પર્યાય તે કર્મથી બનેલે પુગલમય છે. તે જ્ઞાનસ્વરૂપ આત્માથી પ્રત્યક્ષ ભિન્ન છે. તે પણ કર્મને ઉદયમાં આત્મા સ્વપણું માની દેહાદિ પર્યાયમાં તન્મય થઈ રહ્યો છે. હું ગેરો છું, હું શામળ છું, હું અન્ય રંગને છું, હું રાજા છું, હું સેવક છું, હું બળવાન છું, હું નિર્બળ છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શુદ્ર છું, હું મારનાર છું, હું જિવાડનાર છું, હું ધનાઢય છું, હું દાતાર છું, હું ત્યાગી છું, હું ગૃહસ્થ છું, હું મુનિ છું, હું તપસ્વી છું, હું દીને છું, હું અનાથ છું, હું સમર્થ છું, હું અસમર્થ છું, હું ર્તા , હું અકર્તા છું, હું રૂપવાન છું, હું કદરૂપ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું નપુંસક છું,