________________
સમાધિ પાન હું પંડિત છું, હું મૂર્ખ છું, ઈત્યાદિ પ્રકારે કર્મને ઉદયથી થયેલા પર પુગલને વિનાશી પર્યામાં આત્મબુદ્ધિ જેને હેય છે તે બહિરાત્મા મિથ્યાવૃષ્ટિ છે. શરીરમાં આત્મબુદ્ધિ તે જ આ લેકમાં શરીરના સંબંધી જે સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ ઇત્યાદિ તેમના પ્રત્યે રાગ, દ્વેષ, મેહ, કલેશાદિ ઉપજાવી, આરૌદ્ર પરિણામ સહિત મરણ કરાવી, સંસારમાં અનંતકાળ પર્યત જન્મમરણ કરાવે છે. પુદ્ગલના પર્યાયમાં આત્મબુદ્ધિ છે તે જડરૂપ એકેન્દ્રિયાદિ ગુગલ પર્યાયમાં અનંતકાળ પરિભ્રમણ કરાવે છે.
બહિરાત્મબુદ્ધિને છોડી અંતરાત્માના અવલંબન વડે પરમાત્મપણું પામવાને પુરુષાર્થ કર્તવ્ય છે. જે જે રૂ૫ આ જગતમાં જોવામાં આવે છે તે તે સર્વ આત્માના સ્વભાવથી ભિન્ન છે, પરદ્રવ્ય છે, જડ છે, અચેતન છે. હું જ્ઞાનસ્વરૂપ છું, ઈદ્રિયથી ગ્રહણ કરવા ગ્ય નથી, પિતાના અનુભવ વડે સાક્ષાત્ પ્રત્યક્ષ છું. તે તેની સાથે વચનની પ્રવૃત્તિ કરું ? (બોલું?) અન્ય જનેથી સમજાવા ગ્ય છું અને અન્ય જનેને હું સમજાવું એવા વિક૯પ પણ ભ્રમરૂપ છે. પિતાના અને પરના આત્માને જાણ્યા વિના કેને સમજાવે અને કેણ સમજે? હું તે સર્વવિકલપરહિત એક જ્ઞાતા છું. પિતાના સ્વરૂપને આત્મારૂપે ગ્રહણ કરનાર અને પિતાથી અન્યને આત્મારૂપે નહીં ગ્રહણ કરનાર એ નિર્વિકલ્પ, વિજ્ઞાનમય, કેવલ સ્વસંવેદનચર હું છું એમ અંતરાત્મા વિચારે છે. જેવી રીતે દેરડીમાં સાપની બુદ્ધિ થવાથી ભયભીત થઈ મરણના ભયથી દોડવાની, પડવાની ઈત્યાદિ ભ્રમરૂપ કિયા થાય છે, તેવી રીતે મારું પણ પહેલાં શરીરાદિકમાં