________________
સમાધિ-સેવાન વિકથા થતી હોય, જ્યાં જુગારી, દારૂડિયા, ભાટ, ચારણ, ચંડાલ, શિકારી, કષાયી ઈત્યાદિ હોય જ્યાં સ્ત્રી, નપુંસક, દીન, ભિખારી, રેગી, આંધળાં, લૂલાં, બહેરાં, બૂમો પાડનાર આદિ હોય; જ્યાં કલહ કે કામકીડા કરતાં પશુ, મનુષ્યાદિ હેય; જ્યાં કાંટા, કાંકરા, દરવાળી કે હાડકાં, લેહી, મળ, મૂત્રવાળી ગંધાતી જગા હોય; જ્યાં કૂતરાં, બિલાડાં, શિયાળ, કાગડા આદિ હિંસક જીવો હોય તે સ્થાને શુભ પરિણામને બગાડનારાં છે તેથી તજવા ગ્ય છે. સુંદર, ચિત્ત પ્રસન્ન કરે તેવી, ટાઢ, તાપ, વરસાદ, બહુ પવન કે બફારાની બાધા રહિત, ડાંસ, મચ્છર આદિ જંતુરહિત શુદ્ધ ભૂમિ હોય ત્યાં, જિનમંદિરમાં કે પિતાના કેલાહલ રહિત ઘરમાં એકાંત સ્થાનમાં ધર્મધ્યાનના ઈચ્છકે રહેવું. ધર્મધ્યાનમાં સ્થાનની શુદ્ધિ અને આસનની દૃઢતા મુખ્ય કારણ છે. જેનું આસન બે પહાર સુધી પણ દૃઢ રહેતું નથી તેની નોકરી, ખેતી, વેપારાદિ પણ બગડી જાય છે. આસનની દૃઢતા વિના ધર્મધ્યાન કેવી રીતે બને? પ્રથમનાં ત્રણ ઉત્તમ સંહનનવાળાને જ ધર્મધ્યાનમાં દૃઢતા રહે છે. જેનાં વમય હાડરૂપ સંહનન છે, મહાબળ પરાક્રમના ધારક છે, જે દેવ મનુષ્યાદિના ઉપસર્ગથી ચલાયમાન ન થાય તેવા છે, જેનું આસન અને મન દ્રઢ છે, તે ગમે તેવા સ્થાનમાં કે ગમે તે આસને ધ્યાન કરી શકે છે, પણ નબળા બાંધાવાળાએ તો સ્થાનની અને આસનની શુદ્ધતા અવશ્ય જોઈ ધર્મધ્યાનમાં પ્રવર્તવું યેગ્ય છે.
જેનું ચિત્ત સંસાર પ્રત્યે, દેહ પ્રત્યે અને ભેગ પ્રત્યે વૈરાગ્યવાળું હોય, જેના ચિત્તમાં વિક્ષેપ પડે તેમ ન