________________
૫૪ સ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વ ઘણું શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સપુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાયે જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગધને નમસ્કાર કરીએ છીએ.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે ગાદિક અનેક સાધનેને બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેને ઉદેશ છે, તે તીર્થંકરનાં ઉદેશવચનને નમસ્કાર કરીએ છીએ.
[ અપૂર્ણ ]
(૪૩૭)
૩૯
આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચા સહિત વર્તે છે, એવાં મનુષ્યપ્રાણી કલ્યાણને વિચાર કરવાને સર્વથી અધિક ગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણને માર્ગ આરાધવે પડ્યો છે. અનાદિ એવા આ લેકને વિષે જીવની અનંતકોટી સંખ્યા છે; સમયે સમયે