________________
૧૧૦ માહામ્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તે લાગે છે. આ કંઈ એકાંતિક દૃષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે, એમ વિચારવું છેડી દઈ, જે કંઈ તે વચનથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણું થાય તે કરવાનું વિચાર રાખે એ જ સુવિચારદષ્ટિ છે.
લેકસમુદાય કોઈ ભલે થવાને નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી/ બાદ્યકિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પ સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી, એમ જાણું લખ્યું છે, તે માત્ર અનુકંપાબુદ્ધિએ, નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિર્દભતાથી, અને હિતાર્થે લખ્યું છે, એમ જે તમે યથાર્થ વિચારશે તે દષ્ટિગોચર થશે, અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાને હેતુ થશે.
(૭૧૯)
નડિયાદ, આસો વદ ૧૦, શનિ, ૧૯૫૨ આત્માથ, મુનિપથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે-શ્રી સ્થંભતીર્થ.
પત્ર પ્રાપ્ત થયું હતું.