________________
૧.૧૨
રાખવા ગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષે સાક્ષી છે.
બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમ જ અન્ય છે પણ આત્માર્થ સન્મુખ થાય, અને જ્ઞાની પુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મેળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે.
અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા
ગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ/એ જ વિનંતિ. સર્વ મુમુક્ષુઓને નમસ્કાર પ્રાપ્ત થાય.
શ્રી સહજાત્મસ્વરૂપ.
(૨૮)
વિવાણિયા, માગશર સુદ ૬, ગુરુ, ૧૫૩ શ્રી માણેકચંદને દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. | સર્વ દેહધારી જી મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણે તેનું મમત્વ છેદીને નિજ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણ કાળે શરણ સહિત છતાં