________________
૧૧૩
ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણ કાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હેવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાને કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષે અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાને અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા ચગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા ગ્ય છે, તથાપિ એમાં બીજે કેઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવું એ જ વિચારવાનને કર્તવ્ય છે.
(૭૫૧)
૭૧ વિવાણિયા, ફાગણ વદ ૧૧, રવિ, ૧૯૫૩
આ સર્વજ્ઞાય નમ: “આત્મસિદ્ધિમાં કહેલા સમકિતના પ્રકારને વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાને કાગળ મળે છે.
આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે –
(૧) આHપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિધપણે આપ્તપુરુષની ભક્તિરૂપ, એ પ્રથમ સમતિ કહ્યું છે.
(૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર કહ્યો છે.
(૩) નિર્વિકલ્પ પરમાર્થઅનુભવ તે સમક્તિને ત્રીજો પ્રકાર કહ્યો છે. જે